Covaxin: દિલ્હી AIIMSમાં કોરોના રસીની આજથી હ્યુમન ટ્રાયલ, જાણો 5 મોટી વાતો
દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus) ના કેસ 11 લાખને પાર થઈ ગયા છે. દુનિયામાં એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. આવામાં હવે લોકોની આશા કોરોના વેક્સિન (Corona Vaccine) પર છે. દરેક જણ સવાલ કરે છે કે આખરે કોરોનાની રસી ક્યારેય આવશે. કોરોના વેક્સિન સંલગ્ન એક મોટા ખબર દિલ્હી એમ્સથી આવી રહ્યાં છે. દિલ્હી એમ્સમાં આજથી કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. 100 લોકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવીય પરિક્ષણ હશે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ (Corona Virus) ના કેસ 11 લાખને પાર થઈ ગયા છે. દુનિયામાં એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. આવામાં હવે લોકોની આશા કોરોના વેક્સિન (Corona Vaccine) પર છે. દરેક જણ સવાલ કરે છે કે આખરે કોરોનાની રસી ક્યારેય આવશે. કોરોના વેક્સિન સંલગ્ન એક મોટા ખબર દિલ્હી એમ્સથી આવી રહ્યાં છે. દિલ્હી એમ્સમાં આજથી કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ થઈ રહી છે. 100 લોકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવીય પરિક્ષણ હશે. આ અંગે મહત્વની પાંચ વાતો ખાસ જાણો.
(1) સ્વદેશી કોરોના વેક્સિન પર સૌથી સારા સમાચાર જલદી મળવાના છે. કારણ કે દેશની 12 સંસ્થાનોમાં આ વેક્સિન પર માનવ પરિક્ષણ શરૂ થઈ ગયુ છે. જે 12 સંસ્થાનોમાં કોરોના વેક્સિન પર માનવ પરિક્ષણ ચાલી રહ્યું છે તેમાં દિલ્હી અને પટણાની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એમ્સ, અને હરિયાણાના રોહતકની પીજીઆઈ સામેલ છે. સ્વદેશી કોરોના વાયરસ રસીનું સૌથી મોટું પરિક્ષણ આજથી દિલ્હીની એમ્સમાં શરૂ થશે. આ પરિક્ષણ કુલ 375 લોકો પર થવાનું છે. જેમાં 100 વોલિન્ટિયર પર પરિક્ષણ થશે.
(2) આઈસીએમઆર અને ભારત બાયોટેક મળીને કોરોના વાયરસ માટે રસી બનાવી રહ્યાં છે. તેમના માનવ પરિક્ષમમાં કુલ 375 વોલિન્ટિયર પર આ ટ્રાયલ કરાશે. ત્રણ તબક્કામાં થનારા આ ટ્રાયલની શરૂઆત થઈ ગઈ છે. અને પ્રાથમિક પરિણામો વૈજ્ઞાનિકો માટે ઉત્સાહવર્ધક છે.
(3) જો તમે 18થી 55 વર્ષની ઉંમરના છો અને શારીરિક રીતે સ્વસ્થ છો, દિલ્હી કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં રહો છો તો 7428847499 પર કોલ કરીને કે પછી એસએમએસ કરીને કે ctaiims.covid19@gmail.com પર મેઈલ કરીને તમે આ પરિક્ષણનો ભાગ બની શકો છો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube